Sunday, June 8, 2025
HomeGujaratમોરબીના મકરાણીવાસમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના મકરાણીવાસમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી શહેરના મકરાણીવાસમાં મચ્છુ નદીના કાંઠે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો ત્રણ પાનાનો જુગાર રમતા ત્રણ જુગારીઓને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, પોલીસે જુગારની મહેફિલની મજા માણી રહેલા સલીમભાઈ અજીતભાઈ મકરાણી ઉવ.૫૫, સમસુદીનભાઈ તાજુદીનભાઈ મકરાણી ઉવ.૩૩ તથા સલીમભાઈ અદરેમાન મકરાણી ઉવ.૪૫ ત્રણેય રહે.મોરબી મકરાણીવાસ વાળાને રોકડા રૂ.૧,૧૦૦/-સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!