મોરબી શહેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જેલચોક નજીક એક ઈસમ જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓ ચિઠ્ઠીમાં લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતો રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આરોપી ઇકબાલભાઈ ઉર્ફે મુન્શી જમાલભાઈ રાઉમા ઉવ.૪૦ રહે. મોરબી પંચાસર રોડ ભારતનગર મફતીયાપરા વાળાની રોકડા રૂ.૧,૧૦૦/- સાથે અટક કરી છે, જ્યારે વર્લી ફિચર્સના આકડાનું ફોન મારફત કપાત આરોપી ઇમરાન નેકમામદભાઈ ભટી રહે. લાતી પ્લોટ મોરબી વાળા પાસે કરાવતો હોવાનું જણાવતા પોલીસે તેને ફરાર દર્શાવી બન્ને આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.