Monday, June 9, 2025
HomeGujaratમોરબીના જોન્સનગરમાં રહેણાંકમાંથી વિદેશી દારૂની સાત બોટલ પકડાઈ:આરોપીની શોધખોળ

મોરબીના જોન્સનગરમાં રહેણાંકમાંથી વિદેશી દારૂની સાત બોટલ પકડાઈ:આરોપીની શોધખોળ

મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક જોન્સનગર શેરી નં. ૮ માં રહેતો બુટલેગર પોતાના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત મકાને રેઇડ કરતા, વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૭ બોટલ કિ.રૂ.૪,૮૭૨/-મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી મકબુલભાઈ હનીફભાઈ ચાનીયા હાજર નહિ મળી આવતા, તેને આ કેસમાં ફરાર દર્શાવી, પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!