મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે લીલાપર ગામ પાછળ સીમ વિસ્તારમાં બાવળની કાંટમાંથી દેશી દારૂ બનાવવાનો ૧૯૦૦ લીટર ઠંડો આથો ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે બે આરોપીઓ કે જે દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી, બન્ને વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, લીલાપર ગામની પાછળ સીમ વિસ્તારમાં આરોપી રવિ કગથરા અને આરોપી કિરણ ઉર્ફે બેબ્લો બન્ને દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ કરતા હોય, જેથી ઉપરોક્ત સ્થળે તાલુકા પોલીસ ટીમ દ્વારા રેઇડ કરતા જ્યાં બાળવની કાંટમાં ૨૦૦ લીટર ક્ષમતાના ૯ બેરલ ફૂલ અબે ૧ બેરલ અડધું એમ કુલ ૧૯૦૦ લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો કિ.રૂ.૩૮,૦૦૦/- મળી આવ્યો હતો, દરોડા દરમિયાન આરોપી રવિ કગથરા રહે
લાલપર તથા આરોપી કિરણ ઉર્ફે બેબ્લો નાગજીભાઈ દેગામા રહે.લીલાપર વાળા હાજર નહીં મળી આવતા તે બન્નેને ફરાર જાહેર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે