મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે માળીયા(મી) નવા રેલ્વે સ્ટેશન નજીક રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીને આધારે જુગારના અખાડામાં રેઇડ કરી હતી, ત્યારે આ ધમધમતા જુગારધામમાં જુગાર રમતા ૧૬ જુગારીઓની રોકડા રૂ.૧.૦૯ લાખ સાથે અટકાયત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી એલસીબી ટીમને બાતમી મળી કે માળીયા(મી)માં નવા રેલ્વે સ્ટેશન બાજુમાં સુલેમાન દાઉદ મીયાણા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોય, જેથી મોરબી રલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા ઉપરોક્ત રહેણાંકમાં રેઇડ કરતા, જ્યાં મકાન-માલીક સહિત ૧૬ જુગારીને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસે પકડેલ જુગારીઓમાં સુલેમાનભાઇ દાઉદભાઈ માલાણી ઉવ.૪૨ રહે. માળીયા મીં નવા રેલ્વે સ્ટેશન સામે, હાજીઆમીન જાનમામદ જેડા ઉવ.૩૨ રહે. માળીયા મીં વાડા વિસ્તાર, હકીમ રસુલભાઇ ભટ્ટી ઉવ.૪૫ રહે. કાજરડા, તા. માળીયા(મી), કાસમભાઈ જુમાભાઈ મોવર ઉવ.૪૫ રહે. માળીયા(મી) વાગડીયા ઝાંપા પાસે, ઈમ્તીયાઝ સુલેમાનભાઈ માલાણી ઉવ.૨૦ રહે. માળીયા મીં નવા રેલ્વે સ્ટેશન સામે, હસનભાઈ કરીમભાઇ મુસાણી ઉવ.૩૩ રહે. માળીયા મીં, વાડા વિસ્તાર, ફારૂક અલીમામદ જેડા ઉવ.૨૮ 28 રહે. માળીયા મીં, પીપળી વાસ, આરીફભાઇ શેરઅલીભાઇ લધાણી ઉવ.૩૪ રહે. ખીરાઈ તા. માળીયા(મીં), મુળ૨હે. સરા તા. મુળી જી. સુરેન્દ્રનગર, અલાઉદીન મુસાભાઇ જામ ઉવ.૨૫ 25 રહે. કાજરડા, તા. માળીયા(મીં), મહેબુબભાઈ હરધોરભાઈ મોવર ઉવ.૪૧ રહે. માળીયા(મીં) પીપળી વાસ, આદમભાઈ વલીમામદભાઈ જેડા ઉવ.૫૦ રહે. માળીયા(મીં) વિરાબાપાની વાંઢ, સીકંદર જાનમામદભાઈ જેડા ઉવ.૨૯29 રહે. માળીયા(મીં) વાડા વિસ્તાર, ઇકબાલભાઈ રાણાભાઇ મોવર ઉવ.૨૭ રહે. માળીયા(મી) વાડા વિસ્તાર, ઇલીયાસ જાનમામદભાઇ ભટ્ટી ઉવ.૪૦ રહે. માળીયા(મી) જુની મચ્છીપીઠ, સલીમ ગુલામહુશેનભાઇ ભટ્ટી ઉવ.૩૬ રહે. માળીયા(મી) પીપળી વાસ તથા કાદરભાઈ હાસમભાઇ સખાયા ઉવ.૫૨ રહે. માળીયા(મી) ત્રણ રસ્તા પાસે રાખોડીયો વિસ્તાર વાળાને રોકડા રૂ. ૧,૦૯, ૪૩૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.