મોરબીમાં બેઠાપુલ પાસે ભરાતી રવિવારી માર્કેટમાં અંગત કામ સબબ ગયેલા અનવરભાઈ ઉર્ફે દડી હાજીભાઈ માલાણી ઉવ.૫૨ નામના પ્રૌઢ કે જેઓ ગઈ તા.૧૩/૦૬ના રોજ તેમનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૧૩-બીસી-૫૭૩૬ વાળું મોટર સાયકલ કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરીને લઈ ગયા હોય, ત્યારે મોટર સાયકલ ચોરી અંગે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા, બી ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કવાયત શરૂ કરી છે.