Wednesday, June 25, 2025
HomeGujaratમોરબીના વાવડી રોડ ઉપરથી સગીર વિદેશી દારૂની બોટલ સાથે પકડાયો.

મોરબીના વાવડી રોડ ઉપરથી સગીર વિદેશી દારૂની બોટલ સાથે પકડાયો.

મોરબીમાં હાલ નશાયુક્ત પદાર્થો તેમજ દેશી-વિદેશી દારૂના વેચાણ કરનાર બુટલેગરો હવે સગીર વયના બાળ-કિશોરનો પોતાના ધંધા માટે અથવા તો સગીર પોતાની સ્વેચ્છાએ પોતાના મોજશોખ પુરા કરવા દેશી-વિદેશી દારૂ વેચાણના કાળા કારોબરનો હિસ્સો બને છે, ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં મોરબી શહેર પોલીસ દ્વારા એક બાળ-કિશોરને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. હાલ તો પોલીસ દ્વારા જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી, કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને તેના વાલી-વારસને સોંપી આપેલ છે, પરંતુ સીટી એ ડિવિઝન પોલીસે આ કેસમાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી સગીર તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ અલગ અલગ દિશામાં તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગના હોય તે દરમિયાન શહેરના વાવડી રોડ મિહિર બ્યુટીપાર્લર પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેને રોકી તેની અંગઝડતી લેતા, તેના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગની એક બોટલ કિ.રૂ.૩૦૦/- મળી આવી હતી, ત્યારે પકડાયેલ આરોપી કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળ-કિશોર હોવાનું સામે આવતા, તુરંત વિદેશી દારૂ કબ્જે લઈ, જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે પકડાયેલ સગીરના વાલી-વારસને જાણ કરતા, તેમના મોટાભાઈને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી, સગીરને સોંપી આપેલ છે, હાલ એ ડિવિઝન પોલીસે સગીર તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!