મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બૌધ્ધનગર શેરી નં.૪ માં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીને સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે જુગારની મજા માણતા આરોપી કેશુભાઈ પેથાભાઇ ટુડીયા ઉવ.૫૬, કાંતીભાઈ અરજણભાઇ પરમાર ઉવ.૫૨, બાબુભાઈ ગંગારામભાઈ ગોહિલ ઉવ.૫૦ ત્રણેય રહે.બૌધ્ધનગર મોરબી-૨ તથા મહેશભાઈ અર્જુનભાઈ પરમાર ઉવ.૩૫ રહે. નજરબાગ મોરબી-૨ તેમજ તેજાભાઈ ટપુભાઇ પારઘી ઉવ.૭૧ રહે પીપળી તા.મોરબી વાળા એમ પાંચ આરોપીઓને રોકડા રૂ. ૩,૭૦૦/-સહિતના મુદ્દામાલ સાથે પકડી લઈ, તમામ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે