Monday, July 14, 2025
HomeGujaratવાંકાનેરના માટેલ નજીક ઘર પાસે પાર્ક કરેલ સેન્ટ્રો કાર તસ્કરો ઉઠાવી ગયા

વાંકાનેરના માટેલ નજીક ઘર પાસે પાર્ક કરેલ સેન્ટ્રો કાર તસ્કરો ઉઠાવી ગયા

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક અમરધામ પાસે ઘરની નીચે બહાર ખુલ્લામાં પાર્ક કરેલ સેન્ટ્રો કારની ચોરી થયા અંગે અત્રેના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મૂળ જામનગર જીલ્લાના ભેસદળ ગામના વતની હાલ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આઇસીઆઇસીઆઇ બેંક ઉપર રહેતા મહેન્દ્રભાઈ રણછોડભાઈ રાઠોડ ઉવ.૩૦ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જાહેર કર્યું કે, તેમની પાસે હ્યુન્ડાઇ કંપનીની સેન્ટ્રો કાર રજી.નં.જીજે-૦૩-એબી-૪૨૨૩ હતી, જે સેન્ટ્રો કાર ગઈ તા.૩૦ જૂનના રોજ રાત્રીના ૧૦ વાગ્યે પોતાના ઘર નીચે આઇસીઆઇસીઆઇ બેંક પાસે પાર્ક કરીને ઘરે ગયા હતા, જે બાદ રાત્રીના ૧૦:૩૦ વાગ્યે બાથરૂમ કરવા ઉઠેલ ત્યારે જોતા ઉપરોક્ત સેન્ટ્રો કાર પાર્ક કરેલ જગ્યાએ જોવા નહીં મળતા, તુરંત આજુબાજુમાં તપાસ કરતા ક્યાંય સેન્ટ્રો કાર જોવા ન મળી હતી, જેથી પ્રથમ સેન્ટ્રો કાર ચોરી અંગે ઇ-એફઆઈઆર નોંધાવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી છે. હાલ, પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!