મોરબી શહેરના દલવાડી સર્કલ નજીક પાવઠાની વાડી નજીક ઝૂંપડામાં રહેતી ૧૩ વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર બાવળની ડાળીએ ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત દાખલ કરી છે.
મોરબી શહેરના દલવાડી સર્કલ આગળ કપીલા હનુમાનજીના મંદિર સામે પાવઠાની વાડી પાસે ઝુપડામાં રહેતી અને મુળરહે.ગા.અનુપુરા પોસ્ટ.મોરજરી તા.થાંદલા જી.જાંબુઆ મધ્યપ્રદેશની વતની સમીરાબેન કાલીયા વસુનીયા ઉવ.૧૩ એ ગઈકાલ તા.૨૧/૦૧ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક ઝુપડા નજીક ગાંડા બાવળની ડાળીએ ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો દ્વારા સગીરાને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.









