મોરબી તાલુકાના કોયલી-કાંસા ગામે કોયલી ડેમમાં ડૂબી જતાં ૬૦ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના કોયલી-કાંસા ગામે કોયલી ડેમમાં અમુબેન રાયધનભાઈ જારીયા ઉવ.૬૦ રહે.કોયલી કાંસા ગામ વાળા ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તેમને મૃત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં મૃતદેહની પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચાલુ કરી છે.






