Thursday, February 5, 2026
HomeGujaratટંકારાના સરાયા ગામે ખેતરમાં પાણી પીવડાવવાના મુદ્દે ગાળો આપી ધમકી

ટંકારાના સરાયા ગામે ખેતરમાં પાણી પીવડાવવાના મુદ્દે ગાળો આપી ધમકી

ટંકારા તાલુકાના સરાયા ગામે ખેતરમાં તળાવના પાણીનો ઉપયોગ કરવા બાબતે વિવાદ ઊભો થતા ત્રણ શખ્સોએ ખેડૂતને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના સરાયા ગણે રહેતા પ્રવીણભાઈ નારણભાઈ ઢેઢી ઉવ.૫૨એ આરોપી કાનાભાઈ લાખાભાઇ ગમારા, વિપુલભાઇ મોતીભાઇ ગમારા તથા છગનભાઇ લીંબાભાઇ ગમારા રહે.ત્રણેય સરાયા ગામ તા.ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી પોતાના ખેતરમાં તળાવમાંથી મોટર દ્વારા પાણી પીવડાવતા હતા, જે બાબત આરોપીઓ કાનાભાઈ લાખાભાઈ ગમારા, વિપુલભાઈ મોતીભાઈ ગમારા અને છગનભાઈ લીંબાભાઈ ગમારાને ગમતી ન હતી. આ બાબતે ગત તા.૨૨/૦૧/૨૦૨૫ના રોજ ત્રણેય આરોપીઓ ફરિયાદીના ખેતરે જઈ મોટર, લાઇન તથા વાયર ઉપાડી લેવાની ધમકી આપી, ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ સમગ્ર બનાવ અંગે ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!