વાંકાનેર શહેરના જીનપરા શેરી નં.૧૩ વિસ્તારમાં ૨૫ વર્ષીય યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વાંકાનેર સીટી પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અ.મોતની નોંધ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, ગણપતભાઇ વિરજીભાઇ કુમખાણીયા ઉવ.૨૫ રહે. જીનપરા શેરી નં.૧૩ વાંકાનેર વાળા પોતે ઘરે એકલા હતા ત્યારે તેમણે ઘરના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.









