Sunday, February 15, 2026
HomeGujaratટંકારાના કલ્યાણપર ગામે બંધ મકાનમાં દિન દહાડે ચોરી: ૪.૪૫ લાખની માલમત્તાની તસ્કરી.

ટંકારાના કલ્યાણપર ગામે બંધ મકાનમાં દિન દહાડે ચોરી: ૪.૪૫ લાખની માલમત્તાની તસ્કરી.

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે દિવસ દરમિયાન વેપારીના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યાની ઘટનાને લઈને ચકચાર મચી છે. જેમાં તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૪.૪૫ લાખની ચોરી કરી લઈ ગયા છે. હાલ આ મામલે ટંકારા પોલીસે ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ વિસ્તારમાં રહેતા વેપારી જયંતીલાલ વિરજીભાઈ ઉજરીયા ઉવ.૪૨ના ઘરે ગઈકાલ તા.૧૪/૦૨/૨૦૨૬ ના રોજ સવારના ૯.૩૦થી બપોરના ૧.૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ઈસમોએ ઘરના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં વેપારી દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ, અજાણ્યા ચોરોએ ઘરના તાળા તોડી ૬ તોલા વજનના બે સોનાના મંગળસૂત્ર કિ.રૂ.૧,૩૫,૦૦૦/-, ૩ તોલા વજનના સોનાના પાટલા કિ.રૂ.૭૩,૦૦૦/-, સોનાની બુટી અને ઓમ પેન્ડન્ટ, ૫૦ ગ્રામ ચાંદીની પાયલ, વિવિધ સોના-ચાંદીની ગિનીઓ તેમજ રોકડા રૂ.૨,૧૨,૦૦૦/- મળી કુલ રૂ.૪,૪૫,૦૦૦/-ની માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા. હાલ ટંકારા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!