Thursday, February 26, 2026
HomeGujaratમોરબીના શ્રીજી રેસ્ટોરન્ટમાંથી ૯ વર્ષના બાળ મજૂરને મુક્ત કરાવી સંચાલક સામે ગુનો...

મોરબીના શ્રીજી રેસ્ટોરન્ટમાંથી ૯ વર્ષના બાળ મજૂરને મુક્ત કરાવી સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબી શ્રમ વિભાગ અને જીલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા રેઇડ કરી રવાપર રોડ સ્થિત શ્રીજી રેસ્ટોરન્ટમાંથી ૯ વર્ષના બાળ મજૂરને મુક્ત કરાવવામાં આવ્યો છે. આ સાથે બાળ અને તરૂણ કામદાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ હોટલ સંચાલક સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ખાતે જીલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા ગઈકાલ તા.૨૫/૦૨ના રોજ રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટ સ્થિત શ્રીજી રેસ્ટોરન્ટ ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કુલ ૧૨ શ્રમયોગી હેલ્પર તરીકે કામ કરતા જોવા મળ્યા હતા. જે પૈકી એકની ઉંમર ૯ વર્ષ ૧૧ મહિના વયના સોવના રામ લાલા રામ ગરાશિયા નામનો બાળક વાસણ સાફ કરવાની નોકરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી શ્રીજી રેસ્ટોરન્ટના સંચાલક-માલીક અશ્વિનભાઈ ચોથાણી ઉવ.૩૯ રહે. શ્રીકુંજ સોસાયટી શનાળા રોડ મોરબી વાળા સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સરકારી શ્રમ અધિકારી એમ.પી. જોષી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હોટલ માલીક વિરુદ્ધ બાળ અને તરૂણ કામદાર પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!