Thursday, February 26, 2026
HomeGujaratવાંકાનેરના ખીજડીયા ગામના પાટીયા નજીક બંધ ટ્રકની પાછળ અથડાયેલ કારના ચાલકનું મોત

વાંકાનેરના ખીજડીયા ગામના પાટીયા નજીક બંધ ટ્રકની પાછળ અથડાયેલ કારના ચાલકનું મોત

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના બોર્ડ નજીક રોડ ઉપર બંધ પડેલ ટ્રકના ચાલકે ટ્રકની આગળ પાછળ કોઈ આડસ કે રીફલેક્ટર રાખ્યા વિના પોતાનો ટ્રક રાખ્યો હોય જેની ઓઅછલ અલ્ટો કાર અથડાતા, કાર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ આ ગંભીર અકસ્માત અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગત મુજબ, વાંકાનેરના અગાભી પીપળીયા ગામે રહેતા પૃથ્વીરાજસિંહ દશરથસિંહ જાડેજા ગત તા.૨૪/૦૨ ના રોજ વાંકાનેર તાલુકાના ભયાતી જાંબુડીયા નજીક આવેલ કારખાનાની નોકરી પુરી કરી પોતાની અલ્ટો કાર રજી.નં. જીજે-૩૬-આર-૧૪૯૪માં ઘરે પરત આવતા હતા તે દરમિયાન વાંકાનેરના ખીજડીયા ગામના પાટીયા નજીક વળાંક ઉપર એક બંધ ટ્રક રજી.ન. જીજે-૧૭-વાય-૯૯૭૬ના ચાલકે પોતાના ટ્રકની આગળ પાછળ આડસ કે રીફલેક્ટર તથા પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર રાખ્યો હોય તેના પાછળના ભાગે અલ્ટો કાર અથડાઈ અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં કાર ચાલક પૃથ્વીરાજસિંહને માથાના ગંભીર ઇજા પહોચતા તેઓને ૧૦૮ મારફત વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે જોઈ તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. હાલ મૃતકના નાનાભાઈ દિલીપસિંહ દશરથસિંહ જાડેજાની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલજ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!