Saturday, February 28, 2026
HomeGujaratટંકારામાં એન.ડી.પી.એસ. કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપીને એસઓજી ટીમે ઝડપી પાડ્યો

ટંકારામાં એન.ડી.પી.એસ. કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપીને એસઓજી ટીમે ઝડપી પાડ્યો

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરીમાં આરોપીને શોધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ અને મોરબી જિલ્લા એસ.પી.ની સૂચના અનુસાર નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે અભિયાન હાથ ધરાયું હતું. તે અંતર્ગત મોરબી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર તાથા તેમની ટીમને મળેલ બાતમીના આધારે ટીમે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા બી-પાર્ટ ગુ.ર.નં. 434/2023 મુજબ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 હેઠળ વોન્ટેડ આરોપી નાસીરમિયા સિકંદરમિયા મલેક (રહે. દાણીલીમડા વિસ્તાર, અમદાવાદ (મૂળ વતન ખેડા-નડીયાદ))ને શોધી કાઢ્યો હતો. આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!