મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ ભક્તિનગર સર્કલ નજીક બ્રિજ નીચે વર્લી મટકાના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા રાજેશભાઈ ઉર્ફે રાજુ અબ્દુલભાઇ પબાણી ઉવ.૩૯ રહે. શનાળા બાયપાસ ઉદય પાર્ક સોસાયટી મોરબી વાળાની અટક કરવામાં આવી છે. આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૭૫૦/- તથા વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









