Saturday, February 28, 2026
HomeGujaratવાંકાનેરમાં વીન્ડ/સોલાર લાઇનના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરતી ક્રાઇમ બ્રાંચ

વાંકાનેરમાં વીન્ડ/સોલાર લાઇનના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરતી ક્રાઇમ બ્રાંચ

મોરબી ક્રાઇમ બ્રાંચે ૫ આરોપીઓને રૂ.૧૪.૧૩ લાખના મુદામાલ સાથે દબોચ્યા, હજુ પાંચ પકડવા પર બાકી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા વિસ્તારમાં વીન્ડ અને સોલાર પ્રોજેક્ટના થાંભલાઓ પરથી એલ્યુમિનિયમ વાયર ચોરી કરતી ગેંગના ચાર સભ્યો તથા ચોરીનો માલ રાખનાર સહિત કુલ પાંચ આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ.૧૪.૧૩ લાખનો મુદામાલ કબ્જે કરી ગણતરીના દિવસોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા.૨૬/૦૨ના રોજ વાંકાનેર તાલુકાના જુદા જુદા ગામમાં આવેલ વિન્ડ/સોલાર લાઈનમાં એલ્યુમિનિયમ વાયરની ચોરીના બનાવ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનો તા. ૦૨/૧૨/૨૦૨૫ થી ૧૬/૦૨/૨૦૨૬ દરમિયાન ભોજપરા થી સમથેરવા વચ્ચેના જુદા જુદા વિસ્તારોમાં મોડી રાત્રિના સમયે બન્યો હતો. જેમાં ક્લીનમેક્સ એન્વિરો એનર્જી સોલ્યુશન લિ. કંપનીના સબ સ્ટેશન અને ૩૩ કેવી. લાઇન લગાવવાના કામ માટે ઓપેરા એનર્જી પ્રા.લિ. દ્વારા પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કામ દરમિયાન ૩૩ કેવી. એલ્યુમિનિયમ વાયર ૩૬૮૦ મીટર કિ.રૂ.૧૧,૦૪,૦૦૦/- ના વાયર કાપી ચોરી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૭૭૦ મીટર કિ.રૂ.૫,૩૧,૦૦૦/- વાયર કાપી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

ઉપરોક્ત નોંધાયેલ ગુના અંગેની તપાસમાં મોરબી લોકલ ક્રા8મ બ્રાંચ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વાંકાનેર રાતીદેવડી બાયપાસ રોડ પર પંચાસર ચોકડી નજીક ઇન્ડિયન પ્લાસ્ટિક નામના ભંગારના ડેલામાં ચેકિંગ કરતા જ્યાંથી માં પાંચ આરોપીઓ કુકાભાઈ ઉર્ફે કુકો મનજીભાઈ ડાભી રહે.વિનયગઢ વાંકાનેર, શૈલેષભાઈ રમેશભાઈ ગણાદીયા રહે.સતાપર વાંકાનેર, કરણભાઈ ઉર્ફે સંજય રાજાભાઈ ગણાદીયા રહે.સતાપર વાંકાનેર, ભુરાભાઈ માલાભાઈ સરૈયા રહે.હીરાણા થાનગઢ તથા ચોરીનો માલ રાખનાર ભગરના ડેલાવલો આરોપી હુશેનભાઈ વલીમામદભાઈ કાસમાણી રહે ચંદ્રપુર વાંકાનેર વાળાને મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે આ ગેંગના અન્ય સાગરીતોમાં વિપુલભાઇ રવજીભાઇ મકવાણા રહે.વિનયગઢ વાંકાનેર, કિશનભાઇ વેલજીભાઈ ધોરીયા રહે.શેખરડી વાંકાનેર, સામજીભાઇ બચુભાઇ કુમખાણીયા રહે.સરોડી ચોટીલા જી.સુરેન્દ્રનગર, જગાભાઇ હેમુભાઇ મકવાણા રહે.વિનયગઢ વાંકાનેર તથા કિશન પ્રેમજી ગોરીયા રહે.સતાપર વાંકાનેર વાળાના નામ ખુલવા પામ્યા હતા જેને હાલ પોલીસે ફરાર દર્શાવ્યા છે. આ સાથે પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન-૭ નંગ કિ.રૂ.૩૫ હજાર, એલ્યુમિનિયમના ઢાળિયા ૧૫૭ નંગ ૨,૬૫૦ કિલો કિ.રૂ.૯,૭૫,૨૦૦/-, વાયર કટર-૨ નંગ, ગ્રાઈન્ડર, જમ્પર, બેલ્ટ વગેરે સાધનો તથા બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૧૩-એડબલ્યુ-૮૩૩૭ કિ.રૂ.૪ લાખ સહિત રૂ.૧૪,૧૩,૬૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ઉપરોક્ત ગુનાની મોડસ ઓપરેન્ડીમાં આરોપીઓ દિવસ દરમિયાન બે મોટરસાયકલ પર રેકી કરતા અને જ્યાં રાત્રે સિક્યુરિટી ન હોય તેવા સ્થળોને ટારગેટ કરતા. મોડી રાત્રે બોલેરો પીકઅપ અને વાયર કાપવાના સાધનો સાથે જઈ થાંભલાઓ પરથી નવા એલ્યુમિનિયમ વાયર કાપી લેતા. બાદમાં ભંગારના ડેલામાં વેચી ભઠ્ઠીમાં ગાળીને ઢાળિયા બનાવી આર્થિક લાભ મેળવતા. આ સાથે મોરબી પોલીસ દ્વારા વીન્ડ/સોલાર લાઇન પર કામ કરતા કોન્ટ્રાકટરોને સુરક્ષા માટે દિવસ-રાત દેખરેખ રાખવા અને શંકાસ્પદ હલચલ અંગે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!