મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના અધ્યક્ષસ્થાને નવનિયુક્ત જિલ્લા ભાજપ ટીમની પરિચય બેઠક યોજાઈ હતી. જેમાં નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી આવનારા કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના અધ્યક્ષસ્થાને નવનિયુક્ત જિલ્લા ટીમની પરિચય બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન નવી મળેલી જવાબદારી બદલ તમામ પદાધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓ સાથે સંકલન વધારવા તથા આવનારા સંગઠનાત્મક અને જાહેર કાર્યક્રમોને સફળ બનાવવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં ટીમભાવના સાથે કાર્ય કરવાની અને પાર્ટીની નીતિઓને તળિયે સુધી પહોંચાડવાની અપીલ પણ કરવામાં આવી હતી.









