Monday, March 2, 2026
HomeGujaratવાંકાનેર નેશનલ હાઇવે ઉપર રોંગ સાઈડમાં આવતું મોટર સાયકલ ડમ્પર સાથે અથડાતા...

વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રોંગ સાઈડમાં આવતું મોટર સાયકલ ડમ્પર સાથે અથડાતા શ્રમિકનું મોત

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર ડમ્પર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટર સાયકલ ચાલકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે રોંગ સાઈડમાં ફૂલ સ્પીડમાં આવતું મોટર સાયકલ ડમ્પર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાલ મૃતક મોટર સાયકલ ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના ગનવાની જીલ્લાના રાજપુર ગામના વતની અને હાલ વાંકાનેર ખાતે આવેલ સાનવી પ્લાસ્ટિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા આકાશભાઈ કાલુભાઈ ભાંભર ગઈકાલ તા.૦૧માર્ચના રોજ સવારે ઉપરોક્ત કારખાનેથી પોતાનું મોટર સાયકલ રજી.નં. એમપી-૧૧-એનજે-૦૩૩૦ લઈને દૂધ લેવા જતો હોય ત્યારે પોતાનું મોટર સાયકલ ફૂલ સ્પીડના અને બેદરકારીથી ચલાવી આવી સામેથી આવતા ડમ્પર રજી.જીજે-૦૯-એવી-૨૪૨૩ સાથે અથડાયું હતું. અને મોટર સાયકલ સહિત આકાશભાઈ ડમ્પરની નીચે ઘુસી ગયા હતા, જે વાળ ક્રેઇનની મદદથી મોટર સાયકલ અને તેના ચાલકને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે માથામાં ગંભીર ઇજાઓને કારણે આકાશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતકના કૌટુંબિક બનેવી સુખરામભાઈ મુન્નાભાઈ ઉર્ફે ઓમભાઈ બોરોલેની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે મૃતક આકશભાઈ સામે એમવી એક્ટ તથા બીએનએસ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!