મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાજપર ગામની સીમમાં રાજપર-નસીતપર રોડ ઉપર ઓપેકસી કારખાના પાસે શંકાસ્પદ હાલતમાં આવતા આરોપી હિમચંન્દ્ર લાલચંન્દ્ર ભાભર જાતે આદિવાસી ઉવ.૪૦ રહે-રાજ્પર(ન) રોડ મગનભાઇ પટેલની વાડીમાં તા.જી.મોરબી મુળગામ-બરજાપુર તા.ભાભરા જી.અલીરાજ્પુર મધ્યપ્રદેશ વાળાની તલાસી લેતા તેના ઓએસેથી વિદેશી દારૂ બીગપાપર ડિલક્ષ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૧૦ બોટલ કિ.રૂ.૭,૦૦૦/- મળી આવી હતી. જેથી તુરંત પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









