વાંકાનેર તાલુકાના જામસર ગામથી જામસર ચોકડી જવાના રસ્તે પ્રાથમિક શાળા પાસે આવેલ વાડીમાં આરોપી દશરથભાઈ ઉર્ફે સવજીભાઈ લાલજીભાઈ શીંહોરા રહે. રાતાવીરડા તા.વાંકાનેર વાળો દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચકાવતો હોવાની મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ઉપરોક્ત વાડીમાં રેઇડ કરી હતી. જ્યાં ૧૦૦ લીટર ગરમ આથો કિ.રૂ.૨,૫૦૦/-, ૩૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૭,૫૦૦/-, ૧૫ લીટર ગરમ દેશી દારૂ કિ.રૂ.૩,૦૦૦/-તથા દેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી સહિત કુલ રૂ.૧૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી દશરથભાઈ શીંહોરા ઉવ.૩૦ વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ ચલાવી છે.









