Wednesday, March 4, 2026
HomeGujaratમાળીયા(મી)ના ચીખલી ગામ નજીકથી દેશી દારૂની બંધ ભઠ્ઠી સહિત દેશી દારૂનો જંગી...

માળીયા(મી)ના ચીખલી ગામ નજીકથી દેશી દારૂની બંધ ભઠ્ઠી સહિત દેશી દારૂનો જંગી જથ્થો પકડાયો

માળીયા(મી)ના ચીખલી ગામની સીમમા કરાડીયા વિસ્તારમા દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય તેવી બાતમીને આધારે માળીયા(મી) પોલીસ ટીમ દ્વારા રેઇડ કરતા, જ્યાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૨૮૦૦ લીટર તેમજ ૨૦૦ લીટર દેશી દારૂ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેતા બોલેરો ગાડી સહિત ૪.૧૦ લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) પોલીસ મથકની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ચીખલી ગામની સીમમા આવેલ કરાડીયા વિસ્તારમાથી દેશીદારૂ લીટર ૨૦૦ તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૨૮૦૦ તથા બોલેરો પીકઅપ ગાડી રજી.નં. જીજે-૧૧-વીવી-૫૬૯૫ કી.રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૪,૧૦,૦૦૦/- નો મુદામાલ પકડી આરોપી કાસમભાઇ અબ્દુલભાઇ સામતાણી રહે.ચીખલી તા.માળીયા(મી) વાળા વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!