સીટી એ ડિવિઝન પોલીસની રેઇડમાં રોકડા રૂ.૨.૧૫ લાખ અને ૮ મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પૂર્વ બાતમીના આધારે કબીર ટેકરી શેરી નં.૫ ખાતે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી જુગારની ક્લબ ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે મકાન માલિક સહિત ૧૮ જુગારીઓને રોકડા રૂ.૨.૧૫ લાખ, ૮ મોટરસાયકલ અને જુગારના સાધનો સહિત કુલ રૂ.૬.૧૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, કબીર ટેકરી વિસ્તારમાં શેરી નં.૫ ખાતે આરોપી કિશન અગેચણીયા પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પૂરા પાડી વ્યક્તિગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય જેથી સીટી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. દરોડા દરમિયાન મકાનમાં ગંજીપત્તાના પાના વડે ચિત્રો ધરાવતા પોસ્ટર ઉપર “અંદર-બહાર”નો જુગાર રમતા મકાન માલીક સહિત ૧૮ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
જેમાં ૧-કિશનભાઈ નરશીભાઈ અગેચણીયા ઉવ.૩૪ રહે.મોરબી કબીર ટેકરી શેરી નં.૫, ૨-મિલનભાઈ નરશીભાઈ અગેચણીયા ઉવ.૨૭ રહે.મોરબી કબીર ટેકરી શેરી નં.૫, ૩-સુનિલભાઈ જગદીશભાઈ સનારીયા ઉવ.૩૨ રહે.મોરબી કેનાલ રોડ ગોકુલ-મથુરા પૃથ્વી એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૨, ૪-જીગરભાઈ વ્રજલાલ દસાડીયા ઉવ.૩૭ રહે.મોરબી ગ્રીન ચોક દફતરી શેરી, ૫-પરાગભાઈ ભાગવતભાઈ પંચાસરા ઉવ.૪૪ રહે.રાજકોટ કોઠારીયા હુડકો ખોડીયાર હોટલ પાસે, ૬-આકાશભાઈ સુરેશભાઈ માંડવીયા ઉવ.૩૩ રહે.મોરબી ગ્રીન ચોક પારેખ શેરી, ૭-દિલીપભાઈ રજનીકાંતભાઈ મહેતા ઉવ.૬૩ રહે.મોરબી ગ્રીનચોક મોચી શેરી, ૮-વિશાલભાઈ પ્રફુલભાઈ મહેતા ઉવ.૩૧ રહે.મોરબી ગ્રીનચોક દફતરી શેરી, ૯-વિશાલભાઈ રાજેશભાઈ રાજદેવ ઉવ.૩૨ રહે.મોરબી ગ્રીનચોક દફતરી શેરી, ૧૦-રવીરાજભાઈ દિનેશભાઈ પારેખ ઉવ.૩૩ રહે.મોરબી ગ્રીનચોક, ૧૧-જીતેન્દ્રભાઈ રમેશભાઈ વાળા ઉવ.૩૫ રહે.મોરબી ગ્રીનચોક દફતરી, ૧૨-અજયભાઈ શામળદાસ કાગડા ઉવ.૪૫ રહે.મોરબી ગ્રીનચોક કંસારા શેરી, ૧૩-કૌશલભાઈ પ્રફુલભાઈ ખીલોશીયા ઉવ.૨૯ રહે.મોરબી ગ્રીનચોક પારેખ શેરી, ૧૪-કલ્પેશભાઈ જગદીશભાઈ સોલંકી ઉવ.૩૦ રહે.મોરબી ગ્રીનચોક કંસારા શેરી, ૧૫-રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા ઉવ.૩૪ રહે.મોરબી મહેન્દ્રપરા શેરી નં.૧૯, ૧૬-દેવાંગભાઈ મહેન્દ્રભાઈ મહેતા ઉવ.૫૦ રહે.મોરબી ગ્રીનચોક કંસારા શેરી, ૧૭-મૌલીકભાઈ વિજયભાઈ રાણપરા ઉવ.૩૨ રહે.મોરબી ગ્રીનચોક મોદી શેરી તથા ૧૮-ધીમલભાઈ હર્ષદભાઈ ગોસાઈ ઉવ.૩૬ રહે.મોરબી ગ્રીનચોક દફતરી શેરી વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ સાથે પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના નંગ-૫૨, ગંજીપત્તાના પેકેટ નંગ-૧૦, ચિત્રો વાળું પોસ્ટર તેમજ રોકડા રૂ.૨,૧૫,૨૫૦/- કબજે કર્યા હતા. ઉપરાંત સ્થળ પરથી ૮ મોટરસાયકલ કિ.રૂ. રૂ.૪,૦૦,૦૦૦/- સહિત કુલ રૂ.૬,૧૫,૨૫૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









