Thursday, March 5, 2026
HomeGujaratરાજપર ગામે કારખાનામાં ત્રીજા માળે સુતેલ શ્રમિક નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું

રાજપર ગામે કારખાનામાં ત્રીજા માળે સુતેલ શ્રમિક નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું

મોરબી તાલુકાના રાજપર ગામે શ્યામ પોલીપેક કારખાનામાં ત્રીજા માળે સુતેલ ૩૮ વર્ષીય શ્રમિક કોઈ કારણસર નીચે પડતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રાજપર ગામે થોરાળા પાટીયા રોડ પર આવેલ શ્યામ પોલીપેક કારખાનામાં ગત તા. ૦૪/૦૩/૨૦૨૬ના રોજ કોઈપણ સમયે એક દુર્ઘટના સર્જાય હતી. જેમાં કપીલ દાઇમા ઉવ.૩૮ નામનો શ્રમિક શ્યામ પોલીપેકમાં કામ કરતા હતા. ગઈકાલ તા.૦૪/૦૩ના રોજ કપિલ દાઈમા ત્રીજા માળે પાણીની ટાંકી ઉપર સુતા હતા. તે દરમિયાન તેઓ નીચે પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલના તબીબે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. ત્યારે મૃત્યુના બનાવ મામલે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!