Thursday, March 5, 2026
HomeGujaratમોરબી પત્રકાર એસોસિએશન અને જીલ્લા પોલીસ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી

મોરબી પત્રકાર એસોસિએશન અને જીલ્લા પોલીસ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી

મોરબી ખાતે મોરબી પત્રકાર એસોસિએશન અને મોરબી જીલ્લા પોલીસ દ્વારા ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના આવાસ ખાતે પત્રકારો અને પોલીસ કર્મચારીઓએ એકબીજાને રંગ-ગુલાલ લગાવી તહેવારની ખુશી વહેંચી હતી.

- Advertisement -
- Advertisement -

ધૂળેટીના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી જીલ્લામાં ઠેરઠેર રંગોત્સવનો ઉમંગ જોવા મળ્યો હતો. આ અવસરે મોરબી જીલ્લા પોલીસ અને મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં પોલીસ અધિકારીઓના આવાસ ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પત્રકારોએ રંગ-ગુલાલથી એકબીજાને રંગી તહેવારનો આનંદ માણ્યો હતો. આ અવસરે પરસ્પર શુભેચ્છા પાઠવી સ્નેહ અને સોહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ રવિભાઈ ભડાણીયા, પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી, ઋષીભાઈ મહેતા, રાકેશભાઈ પંડ્યા સહિતના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરિવાર સાથે ઉમંગભર્યા માહોલમાં ઉજવાયેલ આ રંગોત્સવે પરસ્પર વિશ્વાસ અને સહકારની ભાવનાને વધુ ગાઢ બનાવતી એક યાદગાર ક્ષણ સર્જી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!