મોરબીના ડીવાઇન પાર્ક સત્ય-બી એપાર્ટમેન્ટમાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધાએ છત પર આવેલી ઓરડીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મરણ નોંધ કરી છે.
મોરબી શહેરમાં આત્મહત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ડીવાઇન પાર્ક સત્ય-બી એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર ૩૦૧માં રહેતા સવિતાબેન છગનભાઈ પાંચોટીયા ઉવ.૭૫એ પોતાના એપાર્ટમેન્ટના ધાબા પર આવેલી ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર મેડિકલ ઓફિસર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત દાખલ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.









