મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સેનેટરીવેર ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા એક શ્રમિકનું લોહીની ઉલટી થતા રૂમમાં જ તેમનું નિધન થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલી અલ્ટ્રા સેનેટરીવેર ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા ગેલાભાઈ પાલાભાઈ વાઘેલા ઉવ.૪૬ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના રાજપરા ગામના વતની છેલ્લા આશરે પાંચ વર્ષથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા. ત્યારે ગઈકાલે તા. ૯ માર્ચના રોજ પોતાના રૂમમાં અચાનક લોહીની ઉલટી થતા તેમની તબિયત બગડી ગઈ હતી, જેના કારણે તેમનું મોત થયું હતું. ત્યારે મૃતકના નાનાભાઈ માવજીભાઈ પાલાભાઈ વાઘેલા દ્વારા બનાવ અંગે પ્રાથમિક વિગતો આપી જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









