Tuesday, August 4, 2026
HomeGujaratટંકારામાં જુગારધામ કેસમાં રેન્જ આઇજી ચિરાગ કોરડીયાની કડક કાર્યવાહી: બે પોલીસ કર્મીઓની...

ટંકારામાં જુગારધામ કેસમાં રેન્જ આઇજી ચિરાગ કોરડીયાની કડક કાર્યવાહી: બે પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલી

મોરબી જિલ્લાના ટંકારા ખાતે ઓમ વિલા રિસોર્ટમાં ઝડપાયેલા હાઈપ્રોફાઇલ જુગારધામ પ્રકરણમાં સરહદી બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયાએ કડક કાર્યવાહી કરી છે. આ મામલે ટંકારા પોલીસ મથકના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ ઝાલાની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ બંને પોલીસ કર્મીઓને પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બદલી કરી તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. જુગારધામ મામલે પોલીસની કામગીરી અને દેખરેખને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ગત 18 જુલાઈના રોજ સરહદી બોર્ડર રેન્જની ટીમે ટંકારાના ઓમ વિલા રિસોર્ટ પર દરોડો પાડી નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન કુલ રૂ. 24.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી.હવે આ પ્રકરણમાં રેન્જ આઈજી દ્વારા બે પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલીનો નિર્ણય લેવામાં આવતા પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!