Tuesday, March 10, 2026
HomeGujaratમોરબીના ઝૂલતા પુલને નવેસરથી બનાવવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

મોરબીના ઝૂલતા પુલને નવેસરથી બનાવવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિયેશન દ્વારા શહેરની ઐતિહાસિક ધરોહરોના સંરક્ષણની માંગ.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરની ઓળખ સમાન ઝૂલતા પુલને નવેસરથી યોગ્ય રીતે નિર્માણ કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં મોરબીની અનેક ઐતિહાસિક ધરોહરોની હાલત અંગે ચિંતા વ્યક્ત કરી શહેરના વિકાસ અને જનસુવિધાઓમાં વધારો કરવા માંગ કરવામાં આવી છે.

મોરબી શહેરની ઐતિહાસિક ઓળખ સમાન ઝૂલતા પુલને ફરીથી યોગ્ય રીતે બનાવવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે મોરબી શહેર ભલે કોર્પોરેશન બન્યું હોય, છતાં શહેરની અનેક ઐતિહાસિક ધરોહરો જર્જરિત સ્થિતિમાં હોવાની ચિંતા સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. જેમાં મહેન્દ્રસિંહજી હોસ્પિટલનું ઐતિહાસિક બિલ્ડિંગ, મણિમંદિર, ઝૂલતો પુલ તેમજ શહેરના બગીચાઓ જેવી ધરોહરોની હાલત અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ટાઉન હોલ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, પુલ પર ઉગેલા વૃક્ષો, એન્જિનિયરિંગ કોલેજના બિલ્ડિંગના રિપેરિંગ તથા શહેરની ટ્રેન સુવિધાઓ અંગે પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોરબી એક સમય સૌરાષ્ટ્રનું ‘પેરિસ’ ગણાતું હતું, પરંતુ હાલમાં વિકાસના મુદ્દે શહેર પાછળ જઈ રહ્યું હોય તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. તેથી મોરબીની ઓળખ સમાન ઝૂલતા પુલને નવેસરથી યોગ્ય રીતે બનાવી શહેરની જનસુવિધાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ રજૂઆતમાં કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!