મોરબી જીલ્લાના વહીવટી કાર્યમાં વેગ લાવવા અને લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી આગામી તા. ૨૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાશે. જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષાની સાથે આંતર-વિભાગીય સંકલનને લગતી બાબતો પર ભાર મૂકવામાં આવશે.
આ બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો સહિત પદધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને તેના ઉકેલ માટે થયેલી કાર્યવાહીની ઝીણવટભરી તપાસ કરાશે તથા જીલ્લાના વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરશે.









