Wednesday, March 11, 2026
HomeGujaratટંકારા: લતીપર ચોકડીએ બસની રાહ જોઈ ઉભેલ આધેડના ખિસ્સામાંથી મોબાઇલની ચોરી

ટંકારા: લતીપર ચોકડીએ બસની રાહ જોઈ ઉભેલ આધેડના ખિસ્સામાંથી મોબાઇલની ચોરી

ટંકારામાં લતીપર ચોકડીએ બસની રાહ જોઈ ઉભેલ રાજકોટના આધેડે પોતાના શર્ટના ખિસ્સામાં રાખેલ મોબાઇલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા અંગેનો બનાવ સામે આવ્યો છે. હાલ ટંકારા પોલીસે ભોગ બનનારના ભત્રીજાની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારામાં લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.૪ માં રહેતા ભાવિનભાઈ જીવરાજભાઈ વિરમગામા મૂળ નેસડા(સુ) તા.ટંકારા વાળા કે જેઓ મિતાણા ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે, તેઓએ ટંકારા પોલીસ મથકમાં આરોપી અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૭/૦૩ના રોજ ફરિયાદીના કાકા રમેશભાઈ લવજીભાઈ વિરમગામાને રાજકોટ જવાનું હોય જેથી ફરિયાદી અને તેમના કાકા લતીપર ચોકડીએ બસની રાહ જોઇને ઉભા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે તેમના કાકાના શર્ટના ખિસ્સામાંથી વન પ્લસ નોર્ડ સીઈ-૨ લાઈટ ૫-જી બ્લુ કલરનો મોબાઇલની ચોરી કરી લઈ ગયો હતો. હાલ પોલીસે આરોપી અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!