મળતી માહિતી અનુસાર, માળીયા(મી) પોલીસને બાતમી મળી કે, નસરૂદીન ઇશાકભાઈ જેડા રહે. નવાગામ તા.માળીયા(મી) વાળો નવાગામની સીમમાં આવેલ નદીના કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે, જેથી મળેલ બતમીબે આદગારે ઉપરોક્ત સ્થળે માળીયા(મી) પોલીસે રેઇડ કરતા જ્યાં દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો બે બેરલમાં ભરેલ ઠંડો આથો ૪૦૦ લીટર કિ.રૂ.૧૦,૦૦૦/-મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી નસરૂદીન ઇશાકભાઈ જેડા હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









