Friday, March 13, 2026
HomeGujaratમોરબીના માધાપરમાં પ્રૌઢ મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના માધાપરમાં પ્રૌઢ મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી શહેરના માધાપર વિસ્તારમાં ૫૮ વર્ષીય મહિલાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને લઈને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના માધાપર શેરી નં. ૧૮ ખાતે રહેતા લાભુબેન રમેશભાઈ પરમાર ઉવ.૫૮ એ ગઈકાલ તા. ૧૨ માર્ચના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે તપાસ કરતા મહિલાનું મરણ થયેલ હોવાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!