મોરબીના લીલાપર રોડ પર આવેલા ઓમકાર રેસીડેન્સીમાં રહેતી ૨૮ વર્ષીય યુવતીએ ધાબા પરથી નીચે પડતું મૂકી આપઘાત કાર્યના બનાવ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.
મોરબીના લીલાપર રોડ પર આવેલા ઓમકાર રેસીડેન્સી ૨૦૧ માં રહેતી અંબીકા ઉર્ફે પ્રિયા ગુલાબરાય માંઝી ઉવ.૨૮ મૂળ મધ્યપ્રદેશના રિવા જીલ્લાના ગાઢા ગામની વતનીએ ગઈ તા.૧૧/૦૩ના રોજ ઉપરોક્ત રેસીડેન્સીના ધાબા પરથી નીચે પડતું મુકતા ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોત થયાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ભાઈ મંગલેશકુમાર ગુલાબરાય માંઝી હાલ રહે સુરત વાળાએ આપેલ વિગતોમાં મૃતક યુવતી છેલ્લા પાંચ વર્ષથી મોરબીમાં એકલી રહેતી હતી અને સ્પા ખાતે કામ કરતી હતી. ત્યારે એકલવાયા જીવનથી કંટાળી પોતે પોતાની જાતે આ પગલું ભરી લીધું હતું. હાલ સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.









