Saturday, March 14, 2026
HomeGujaratમોરબીમાં મહિલા સફાઈ કામદારને કારની અડફેટે ગંભીર ઈજા

મોરબીમાં મહિલા સફાઈ કામદારને કારની અડફેટે ગંભીર ઈજા

મોરબીના રાજપર ચોકડી પાસે સફાઈ કામ કરતી મહિલા કર્મચારીને કારચાલકે પૂરઝડપે ગાડી હંકારી ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માતમાં મહિલાને શરીરે ઈજાઓ ઉપરાંત કમરના મણકામાં ફ્રેક્ચર અને આંતરિક ઈજા પહોંચી હતી. બનાવ અંગે ઇજાગ્રસ્ત મહિલા સફાઈ કર્મચારીએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા સંગીતાબેન કાનજીભાઈ ઝાલા ઉવ.૩૮ રાજપર ચોકડીથી ઘુનડા રોડ તરફ સાફસફાઈનું કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં તા.૧૨ માર્ચની સવારે આશરે સાડા આઠ વાગ્યા આસપાસ તેઓ તથા અન્ય મહિલા કર્મચારીઓ રસ્તા પર સફાઈ કરી રહ્યા હતા ત્યારે મોરબી તરફથી ઘુનડા રોડ તરફ જતી એક અલ્ટો કાર રજી.નં. જીજે-૩૬-એફ-૯૬૫૫ના ચાલક દિલીપભાઈએ પોતાની કાર પૂરઝડપે ચલાવી આવી અને સંગીતાબેનને અડફેટે લીધા હતા. અકસ્માતમાં કારનું આગળ અને પાછળનું ટાયર તેમના શરીર પર ફરી જતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તપાસ કરતાં તેમને શરીરે છોલછાલની ઈજા, કમરના મણકામાં ફ્રેક્ચર તથા મૂત્રાશયના અંદરના ભાગે ઈજા હોવાનું જણાવ્યું હતું. હાલ તેમની સારવાર ચાલી રહી છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અલ્ટો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!