Saturday, March 14, 2026
HomeGujaratટંકારાના વિરપર નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવકનું સ્થળ ઉપર મોત

ટંકારાના વિરપર નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવકનું સ્થળ ઉપર મોત

ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક બા ની વાડી સામે હિટ એન્ડ રનમાં અજાણ્યા વાહનની હડફેટે મૂળ એમપીના વતની એવા સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા યુવકનું સ્થળ ઉપર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યા વાહનનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી વિગત અનુસાર, મધ્યપ્રદેશના શાજાપુર જીલ્લાના પોલાયકલા તાલુકાના મોરતાકેવડી ગામના વતની અને મોરબીમાં ઓમ સિક્યુરિટીમાં નોકરી કરતા ઘનશ્યામભાઇ નંદરામ ઉર્ફે નાનાદરામ વિશ્વકર્મા ગઈકાલ તા.૧૩/૦૩ના રોજ વહેલી સવારે ટંકારાના વિરપર ગામ નજીક બા ની વાડી સામે રોડની સાઈડમાં ઉભા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારી તથા ગફલતભરી રીતે ચકાવી ઘનશ્યામભાઈને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત ઘનશ્યામભાઈને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસી તેઓને મરણ જાહેર કર્યા હતા. હાલ અકસ્માતમાં મૃત્યુના બનાવ મામલે મૃતકના ભાઈ સંતોષ નંદરામ ઉર્ફે નાનાદરામ વિશ્વકર્માની ફરિયાદને આધારે ટંકારા પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!