Saturday, March 14, 2026
HomeGujaratહળવદના સરંભડા ગામે માતાના ઠપકાનું લાગી આવતા પુત્રએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

હળવદના સરંભડા ગામે માતાના ઠપકાનું લાગી આવતા પુત્રએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં ખેત મજૂરી કરતા પુત્રને માતાએ મોબાઇલમાં રિલ્સ જોવા અંગે ઠપકો આપતા, જેનું મનોમન લાગી આવતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં કેશવલાલ ગણેશભાઈ પટેલની વાડીમાં મજૂરી કામ કરતા રવિભાઈ શંકરભાઈ નાયક ઉવ.૨૫ મૂળ રહે.અકલવા તા.કઠીવાડા જી. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાબતે હળવદ પોલીસની તપાસમાં મૃતકના ભાઈ માન્યાભાઈ શંકરભાઇ નાયક પાસેથી મળેલ પ્રથમીમ વિગતો મુજબ, મૃતક રવિભાઈ મોબાઇલમાં રિલ્સ વધુ જોતાં અને મજૂરીનું કામ યોગ્ય રીતે ન કરતો હોવાથી તેમની માતાએ ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનોમન લાગી જતા રવિભાઈએ વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલ પોલીસે અ. મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!