Saturday, March 14, 2026
HomeGujaratમોરબીમાં કામધેનુ બાયપાસ રોડ ઉપર ૬૦૮ આવાસોના અધૂરા કામ ફરી શરૂ કરાયા

મોરબીમાં કામધેનુ બાયપાસ રોડ ઉપર ૬૦૮ આવાસોના અધૂરા કામ ફરી શરૂ કરાયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા કામધેનું બાયપાસ રોડ પાસે આવેલ IHSDP યોજના હેઠળ નિર્મિત ૬૦૮ આવાસોના અધૂરા કામ પૂર્ણ કરવા માટે કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને નવી એજન્સીની નિમણૂક કરાતા બાકી રહેલા કામ ઝડપથી પૂર્ણ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા કામધેનું બાયપાસ રોડ પાસે દલવાડી સર્કલ નજીક વજેપર વિસ્તારમાં સર્વે નં. ૧૪૧૫/૩ ની જમીન પર મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળ ૬૦૮ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે તા. ૨૨ માર્ચ ૨૦૨૧ના રોજ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા ૬૦૮ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પ્રોજેક્ટનું મુખ્ય બાંધકામ વર્ષ ૨૦૨૧માં પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ બારી-બારણાં ફિટિંગ, કલર કામ, ઇલેક્ટ્રિક કામ, ડ્રેનેજ કનેક્શન, પ્લમ્બિંગ, કંપાઉન્ડ વોલ, મેઈન ગેટ, ગાર્ડન, સ્ટ્રીટ લાઇટ સહિતની કેટલીક કામગીરી બાકી રહી હતી.

આ બાકી રહેલા કામ પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને નવી એજન્સીની નિયુક્તિ કરી છે. હાલ એજન્સી દ્વારા પ્રોજેક્ટના અધૂરા કામ પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામ પૂર્ણ થતાં IHSDP યોજના હેઠળ પસંદ થયેલા ૬૦૮ લાભાર્થીઓને આવાસ ફાળવણી કરવામાં આવશે અને તેઓને પોતાના ઘરનું સપનું સાકાર થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!