નવનિયુક્ત જીલ્લા પ્રભારી ગજેન્દ્ર સક્સેનાની અધ્યક્ષતામાં બેઠક, સંગઠનાત્મક કામગીરી અંગે માર્ગદર્શન.
મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારી ગજેન્દ્ર સક્સેનાની અધ્યક્ષતામાં પરિચય બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુડારિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બેઠક દરમિયાન સંગઠનાત્મક કામગીરી તથા આવનારા કાર્યક્રમોને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે મોરબી જીલ્લા ભાજપની પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠક જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારી ગજેન્દ્ર સક્સેનાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુડારિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બેઠકમાં જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જીલ્લા ભાજપના મહામંત્રી નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે, ચતુરભાઈ મકવાણા સહિત વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સંગઠનાત્મક કામગીરી મજબૂત બનાવવા તેમજ આવનારા કાર્યક્રમોને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત જીલ્લા પ્રભારી ગજેન્દ્ર સક્સેનાએ ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ તેમને “સાહેબ” કહીને સંબોધન ન કરે, તેઓ પણ કાર્યકરોની જેમ જ સંગઠન માટે કામ કરે છે. તેમની આ સરળતા અને કાર્યકર ભાવનાને મોરબી જીલ્લા ભાજપની ટીમે બિરદાવી હતી.









