Monday, March 16, 2026
HomeGujaratમોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ

મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ

મોરબી: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની બેઠકો માટે દાવેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વચ્ચે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા ટીમ દ્વારા મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારમાં આવતી તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક દાવેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની દાવેદારી રજૂ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન દિલ્લી સંગઠન ટીમમાંથી ગુજરાત ઝોન સહ પ્રભારી સુરેન્દર કૌશિક, કચ્છ ઝોન પ્રભારી સંજયભાઈ બાપટ, મોરબી જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ સરડવા, ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી કાંતિલાલભાઈ બાવરવા તેમજ જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને રમેશભાઈ સદાતીયાની હાજરીમાં પ્રથમ ચરણની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!