Monday, March 16, 2026
HomeGujaratમાળીયા(મી)ના જાજાસર ગામે ભાડાપટ્ટાની જમીન પર ગેરકાયદે કબજો, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

માળીયા(મી)ના જાજાસર ગામે ભાડાપટ્ટાની જમીન પર ગેરકાયદે કબજો, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

મીઠા ઉત્પાદન માટે ફાળવેલી જમીનમાં પાળો કરી દબાણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના જાજાસર ગામે મીઠા ઉત્પાદન માટે સરકાર દ્વારા ભાડાપટ્ટે ફાળવેલી જમીનમાંથી અમુક ભાગ ઉપર ગેરકાયદેસર કબજો કરી મીઠાનું ઉત્પાદન કરનાર સામે ફરિયાદ નોંધાવતા, માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી અનુસાર, માળીયા(મી) પોલીસ સ્ટેશન નજીક રહેતા અને મીઠાના વેપારી હનીફભાઈ સૌકતઅલી અબ્દુલ્લા ભટ્ટી ઉવ.૩૪ની ફરિયાદ મુજબ વર્ષ ૨૦૨૨માં મોરબી કલેક્ટર કચેરી દ્વારા માળીયા(મી) તાલુકાના જાજાસર ગામે સર્વે નં. નીલ ખાતે મીઠા ઉત્પાદન માટે ૩૦ વર્ષના ભાડાપટ્ટે ૧૦ એકર જમીન ફાળવવામાં આવી હતી. ફરિયાદી સરકારના નિયમો મુજબ આ જમીન ઉપર મીઠાનું ઉત્પાદન કરતા હતા. આ દરમિયાન નજીકમાં આવેલી વેસ્ટ કોસ્ટ સોલ્ટ કંપનીના સંચાલક આરોપી ઇકબાલ ઇલિયાસભાઈ ભટ્ટી દ્વારા ફરિયાદીની જમીનમાંથી આશરે ૦-૪૦-૨૭ ચો.મી જેટલી જમીન ઉપર ગેરકાયદેસર રીતે પાળો બાંધી કબજો કરી મીઠાનું ઉત્પાદન શરૂ કર્યુ હતું. આ મામલે ફરિયાદીએ અગાઉ કલેક્ટર કચેરીમાં અરજી પણ કરી હતી. ત્યારબાદ ડી.આઈ.એલ.આર. કચેરી દ્વારા માપણી કરતા આરોપીએ જમીન પર દબાણ કર્યાનું સામે આવ્યું હતું. કલેક્ટર કચેરીમાં થયેલી સુનાવણી બાદ આરોપીને જમીન ખાલી કરવા સૂચના આપવામાં આવી હોવા છતાં કબજો ખાલી ન કરતાં અંતે એફઆઈઆર નોંધવાનો હુકમ આપવામાં આવ્યો હતો. હાલ માળીયા(મી) પોલીસે આરોપી ઇકબાલ ઇલિયાસભાઈ ભટ્ટી રહે. મોરો વાંઢ વિસ્તાર માળીયા(મી) વાળા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!