દારૂ ભરાવી આપનાર તથા કચ્છમાં ભરી આપનાર સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો.
મોરબી એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે મોરબી તાલુકા વિસ્તારમાં રવીરાજ ચોકડી નજીક વોચમાં હોય ત્યારે લોડિંગ સીએનજી રીક્ષા ત્યાંથી પસાર થતા તેને રોકી તેમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો હતો. આ સાથે રીક્ષા ચાલક તથા બુટલેગર મહિલાની અટક કરવામાં આવી હતી. જ્યારે દેશી દારૂ તેના ઓળખીતા પાસેથી ભરાવી આપનાર તેમજ કચ્છના શિકારપુર ખાતેથી દેશી દારૂ ભરી આપનાર સહિત બે આરોપીના નામ ખુલતા પોલીસે બે મહિલા સહિત ચાર આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી પકડવા પર બાકી આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસને બાતમી મળી કે, માળીયા(મી) તરફથી લોડિંગ રીક્ષામાં દેશી દારૂનો જથ્થો મોરબી તરફ આવવાનો છે, જેથી ક્રાઇમ બ્રાંચ ટીમ રવીરાજ ચોકડી નજીક વોચમાં હોય તે દરમિયાન, એક લોડિંગ બજાજ મેક્સિમો સીએનજી રીક્ષા રજી.નં. જીહે-૩૬-યુ-૪૩૫૦ ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૪૦ હજાર મળી આવ્યો હતો. જેથી રીક્ષા ચાલક આરોપી સલીમભાઈ કાદરભાઈ સેખ ઉવ.૪૫ રહે.કુલી નગર ૧ વીસીપરા મોરબી તથા બુટલેગર મહિલા આરોપી રજીયાબેન અસગરભાઈ સેડાત ઉવ.૨૮ રહે. કુલીનગર-૨ વીસીપરા મોરબી વાળાની સ્થળ ઉઓરથી અટકાયત કરવામાં આવી હતી.
પકડાયેલ બન્ને આરોપીઓની પૂછતાછમાં આ દેશી દારૂ આરોપી હનીફાબેન હુશેનભાઈ સેડાત રહે. વીસીપરા વાળીએ કચ્છના શિકારપુર ગામે તેના ઓળખીતા પાસેથી દેશી દારૂ ભરાવી આપ્યો હતો. જ્યારે દેશી દારૂ અજાણ્યા શખ્સે ભરી આપ્યાની કબુલાત આપી હતી. હાલ એલસીબી પોલીસે દેશી દારૂ તથા રીક્ષા સહિત રૂ. ૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે મોરબી તાલુકા પોલીસ મથકમાં બે મહિલા સહિત ચાર સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તજવીજ શરૂ કરી છે.









