ટંકારાના પ્રભુનગર વિસ્તારમાં પરપ્રાંતિય વ્યક્તિને મકાન ભાડે આપ્યા બાદ ભાડા કરાર પોલીસ મથકમાં જમા ન કરનાર મકાન માલિક સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ મુજબની કલમ હેઠળ ટંકારા પોલીસે આરોપી મકાન માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ટંકારામાં પ્રભુનગર વિસ્તારમાં મકાન માલિક મહેશભાઈ બાબભાઈ ખીંટ રહે. વવાણીયા ગામ તા. માળીયા(મી) વાળાએ પરપ્રાંતિયને મકાન ભાડે આપવામાં આવ્યું હતું. જોકે, ભાડા કરારની નકલ પોલીસ મથકમાં જમા ન કરાવી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારે આ મામલે ટંકારા પોલીસે આરોપી મકાન માલિક વિરુદ્ધ જાહેરનામાના ભંગ અંગેની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









