Wednesday, March 18, 2026
HomeGujaratમોરબીમાં ઈલેક્ટ્રિક કામ દરમ્યાન ઊંચાઈથી નીચે પડેલ યુવાનનું મોત

મોરબીમાં ઈલેક્ટ્રિક કામ દરમ્યાન ઊંચાઈથી નીચે પડેલ યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ પર ઈલેક્ટ્રિક વાયર રિપેર કરતી વખતે હાઈડ્રોલિક ટ્રેકટર પરથી પડી જતાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ રામદેવ હોટલ પાછળ રહેતા કૈલાશભાઈ બાબુસિંહ રાવત ઉવ.૨૪ મૂળ રાજસ્થાનના વતની ગઈ તા.૧૩/૦૩/૨૦૨૬ના રોજ લખધીરપુર રોડ પર ફેમ સિરામીક નજીક હાઈડ્રોલિક ટ્રેકટર પર ચડી ઈલેક્ટ્રિક વાયર રિપેર કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક નીચે પડી જતા તેમના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક રાજકોટની સાર્થક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા.૧૬/૦૩/૨૦૨૬ના રોજ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!