Wednesday, March 18, 2026
HomeGujaratમોરબી સર્કિટ હાઉસ પાસે અજાણ્યા પુરુષનું મોત:વાલી વારસની શોધખોળ

મોરબી સર્કિટ હાઉસ પાસે અજાણ્યા પુરુષનું મોત:વાલી વારસની શોધખોળ

મોરબી શહેરના સર્કિટ હાઉસ સામે આશરે ૪૦થી ૪૫ વર્ષના અજાણ્યા પુરુષનું બીમારીના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. હાલ બી ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી મૃતકના વાલી વારસ શોધવા કવાયત હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી માહિતી મુજબ તા.૧૭/૦૩/૨૦૨૬ના રોજ સાંજે સર્કિટ હાઉસ નજીક અજાણ્યા પુરુષ ઉવ.આશરે ૪૦-૪૫ વાળા બિમાર હાલતમાં મળ્યા હતા. બાદમાં તેમનું મૃત્યુ થયેલું જણાયું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ મુજબ આ પુરુષનું મોત બીમારીના કારણે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ અંગે બી ડિવિઝન પોલીસે અ.મોત નોંધી મૃતકની ઓળખ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!