Thursday, March 19, 2026
HomeGujaratટંકારામાં પડતર જીનમાંથી ૧૪૪ નંગ ચપલા સાથે એક ઝડપાયો

ટંકારામાં પડતર જીનમાંથી ૧૪૪ નંગ ચપલા સાથે એક ઝડપાયો

ટંકારામાં ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ પડતર જીનમાં પોલીસ દ્વારા દરોડો પાડતા, જ્યાંથી વિદેશી દારૂના ૧૪૪ નંગ ચપલા સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી તેં8 વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારામાં ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ પડતર જીનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાંથી આરોપી વસીમભાઈ અજીતભાઈ સાંજી ખલીફા ઉવ.૨૪ રહે.મઠવાળી શેરી ટંકારા વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી પાસેથી પાલેન્ડ પ્રાઇડ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૧૪૪ બોટલ કિ.રૂ.૨૧,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!