એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂ, ઍક્સેસ મોપેડ, બે મોબાઇલ સહિત ૯૧ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
મોરબી શહેરમાં વધુ એક બાળ કિશોર વિદેશી દારૂ સાથે પકડાયો છે, જેમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ ઉમિયા પાર્ક પાસે શંકાસ્પદ ડબલ સવારીમાં આવતા ઍક્સેસ મોપેડને રોકવા ઈશારો કરતા, મોપેડમાં પાછળ બેઠેલ ઈસમ નાસી ગયો હતો, ત્યારે મોટર સાયકલમાં તલાસી લેતા વિદેશી દારૂના ૭ ચપલા મળી આવ્યા હતા. ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ મોપેડ ચાલક બાળકિશોરને હસ્તગત કર્યો હતો. આ સાથે પોલીસે મોપેડ, વિદેશી દારૂ તથા બે મોબાઇલ સહિત કુલ રૂ.૯૧,૨૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છુટેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ ઉપર ઉમિયા પાર્ક નજીક શંકાસ્પદ હાલતમાં આવતા ડબલ સવારી ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એએમ-૮૫૪૪ ને રોકાવતા જેમાં પાછળ બેસેલ ઈસમ અંધારાનો લાભ લઇ નાસી ભાગી ગયો હતો. જ્યારે મોપેડની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કીની ૧૮૦મીલી. ની ૭ બોટલ કિ.રૂ.૧,૨૬૦/-મળી આવી હતી. જેથી સ્થળ ઉપરથી મોપેડ ચાલક બાળ કિશોરને હસ્તગત કરી તેની પૂછતાછ કરતા આ વિદેશી દારૂ મોપેડ પાછળ બેઠેલ આરોપી સંજયભાઈ જાદવભાઈ દેલવાણીયા રહે. પંચાસર રોડ ગીતા મીલની સામે મોરબી વાળાનો હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે મોપેડ કિ.રૂ.૩૫ હજાર, બે મોબાઇલ ૫૫ હજાર, વિદેશી દારૂ ૧,૨૬૦/-સહિત કુલ રૂ. ૯૧,૨૬૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









