Monday, March 30, 2026
HomeGujaratવાંકાનેરમાં ગેરકાયદે ખનીજ ખનન પર તવાઈ: ૪.૧૦ કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેરમાં ગેરકાયદે ખનીજ ખનન પર તવાઈ: ૪.૧૦ કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેર તાલુકાના ઓળ ગામની હળદર ધાર વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ખનન કરતા ખનીજ માફિયાઓ સામે પોલીસ અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત રેઇડ કરીને ખનીજ સાથે ત્રણ ડમ્પર અને એક એક્સકવેટર સહિત કુલ રૂ. ૪.૧૦ કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એચ.એ. જાડેજાની આગેવાનીમાં પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી કે, તાલુકાના ઓળ ગામની હળદર ધાર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થાય છે, જેથી વાંકાનેર તાલુકા પોલીસ અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સંયુક્ત ટીમે સ્થળ પર દરોડો કરતા, ખનીજ ભરેલા ટાટા કંપનીના ત્રણ ડમ્પર રજી.નં. જીજે-૩૬-એક્સ-૯૧૫૩, જીજે-૩૬-એક્સ-૮૮૦૪, જીજે-૩૬-વી-૯૯૪૯ તેમજ સાની કંપનીનું એક એક્સકવેટર સહિત કુલ રૂ. ૪ કરોડ ૧૦ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ તથા મોરબી ખાણ-ખનીજ વિભાગની ટીમ જોડાઈ હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!